રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકેમ રે વિસારી? ઓ વનના વિહારી!
એ... તારી રાધાદુલારીને કેમ રે વિસારી?
વગડાની વાટે હું વાટડિયું જોતી,
ભૂલ કીધી હોય તો હું આંસુડે ધોતી;
વેગળી મૂકીને મને મુરલી ધારી
તારી રાધા દુલારીને કેમ રે વિસારી?
નિત્ય નિરંતર મુજ અંતરમાં તુજ વાજિંતર વાજે;
કહેને મારા નંદદુલારા હૈયું શેને રાજે?
તારી માણા જપતી વનમાં, ભમતી હું આંસુ સારી.
kem re wisari? o wanna wihari!
e tari radhadularine kem re wisari?
wagDani wate hun wataDiyun joti,
bhool kidhi hoy to hun ansuDe dhoti;
wegli mukine mane murli dhari
tari radha dularine kem re wisari?
nitya nirantar muj antarman tuj wajintar waje;
kahene mara nandadulara haiyun shene raje?
tari mana japti wanman, bhamti hun aansu sari
kem re wisari? o wanna wihari!
e tari radhadularine kem re wisari?
wagDani wate hun wataDiyun joti,
bhool kidhi hoy to hun ansuDe dhoti;
wegli mukine mane murli dhari
tari radha dularine kem re wisari?
nitya nirantar muj antarman tuj wajintar waje;
kahene mara nandadulara haiyun shene raje?
tari mana japti wanman, bhamti hun aansu sari
સ્રોત
- પુસ્તક : તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે...
- સર્જક : અવિનાશ વ્યાસ
- સંપાદક : અંકિત ત્રિવેદી
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2012