jyare tame - Geet | RekhtaGujarati

જ્યારે તમે

jyare tame

મણિલાલ દેસાઈ મણિલાલ દેસાઈ
જ્યારે તમે
મણિલાલ દેસાઈ

જ્યારે તમે

ગંગાના ગંધાતા પાણીમાં આંખ મીચી ઊભા રહી

તમારા બાપનું શ્રાદ્ધ કરતા હશો,

જ્યારે તમે

હરદ્વારની પસીને ગંધાતા પંડા પાસે

ગૃહશાંતિ કરાવતા હશો,

જ્યારે તમે

સત્યનારાયણની કથા માટે ઑફિસેથી રજા લઈ

ફોરસ રોડની નામચીન રંડી સાથે સૂતા હશો,

જ્યારે તમે

કૃષ્ણને રાધાના ચીરને નામે

ચાર આંગળનું ચીંથરું ચડાવી બનાવતા હશો,

ત્યારે

સ્વર્ગમાં જેના નામથી બધા દેવા ધ્રૂજતા હશે

‘બાબર દેવા છાપ’ ભગવાન

દાઢી કર્યા પછી ફટકડી લગાવતાં લગાવતાં

એના પાપનું પ્રાયશ્ચિત્ત કરતો હશે.

સ્રોત

  • પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સર્જક : મણિલાલ દેસાઈ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 2