રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોબાઈ રે, તારાં ભાગ્ય મહા બળવાન;
અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે ક્હાન! – બાઈ રેo
ઊંચે વ્યોમભવન ખેલંદો ઊતર્યો તારે નેસ,
ગોરસ મિષે પ્રેમપિયાસી યાચત બાળે વેશ,
ધણી થૈ બેસે તોય શું કહીએ; આ તો માગે દાણ. - બાઈ રેo
કંઈક બીજી જો મહિયારીની કોઈ ન ફોડે ગોળી,
રાત દી પી પી પોતે, ગોરસ બગડ્યાં દેતી ઢોળી,
આપણું પીધું તુચ્છ, હિરનું ચાખ્યું બુંદ મહાન. - બાઈ રેo
ગગરી ફોડી ભવ ફેડ્યો ને મહીમાં પ્રીત લૂંટાઈ,
કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈં ન બચાવવું બાઈ!
બચિયું એટલું એળે, અહીં તો લૂંટવું એટલી લ્હાણ! – બાઈ રેo
bai re, taran bhagya maha balwan;
amritaprashanhar te taran goras mage khan! – bai reo
unche wyomabhwan khelando utaryo tare nes,
goras mishe premapiyasi yachat bale wesh,
dhani thai bese toy shun kahiye; aa to mage dan bai reo
kanik biji jo mahiyarini koi na phoDe goli,
raat di pi pi pote, goras bagaDyan deti Dholi,
apanun pidhun tuchchh, hiranun chakhyun bund mahan bai reo
gagri phoDi bhaw pheDyo ne mahiman preet luntai,
kanji jewo luntanhar tyan kain na bachawawun bai!
bachiyun etalun ele, ahin to luntawun etli lhan! – bai reo

સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 129)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004