kon roke! - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કોણ રોકે!

kon roke!

સ્નેહરશ્મિ સ્નેહરશ્મિ
કોણ રોકે!
સ્નેહરશ્મિ

પૂનમની ચમકે ચાંદની,

એને કોણ રોકે!

કાંઈ સાયર છલક્યા જાય

કે એને કોણ ટોકે!

આષાઢી વરસે મેહુલો,

એને કોણ રોકે?

કાંઈ પૃથિવી પુલકિત થાય,

કે એને કોણ ટોકે!

વસન્તે ખીલતાં ફૂલડાં!

એને કોણ રોકે?

કાંઈ ભમરા ગમ વિણ ગાય,

એને કોણ ટોકે!

આંબે મ્હોરતી મંજરી,

એને કોણ રોકે

કાંઈ કોકિલ ઘેલો થાય,

કે એને કોણ ટોકે!

અંગે યૌવન પાંગરે,

અને કોણ રોકે?

કાંઈ ઉરમાં ઉર નહિ માય!

કે એને કોણ ટોકે!

સ્રોત

  • પુસ્તક : સકલ કવિતા (પૃષ્ઠ ક્રમાંક 144)
  • સર્જક : સ્નેહરશ્મિ
  • પ્રકાશક : વિદ્યાવિહાર પ્રકાશન
  • વર્ષ : 1984