kon jane kem - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કોણ જાણે કેમ...

kon jane kem

મનહર જાની મનહર જાની
કોણ જાણે કેમ...
મનહર જાની

કોણ જાણે કેમ.. સખિ! કોણ જાણે કેમ ...

હું તો ઓસરીની કોરલગી આવી

ને ઊભી રહી થાંભલીની જેમ

કોણ જાણે કેમ...

આગળ જવાય નહીં, પાછું વળાય નહીં,

બોલ્યું બોલાય નહીં વેણ

મનમાં તો એમ જાણે ચોમાસા જેમ

કોઈ ત્રાટકીને ઠારે નેણ;

ક્યાંય કહેતા ક્યાંય કાળો કાગડો હોય

તોય સાંકળ ખખડ્યાંનો પડે વહેમ ...

કોણ જાણે કેમ ...

મનમાં ચત્તમાંય ન’તું નામ કે નિશાન

સાવ અણધારી આંખ થઈ ભારે

છાતીનાં ચાકળામાં ગલગોટાં ચીતરીને

આંગળીઓ આઢી ગઈ આણે

દીવો કરીને જોઉં ડેલીએ સવારમાં હું

સપનું નિરખતી હોઉં એમ...

કોણ જાણે કેમ...

સ્રોત

  • પુસ્તક : સાંબેલું ચંદણ સાગનું
  • સર્જક : મનહર જાની
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2001