ગામ ચોમાસા હેઠ ભીંજાતું હોય એવા વરસાદના ટાણે
તમને તમે ગમવા માંડ્યા હો તે બીજું કોઈ ન જાણે!
ફૂગો ફૂલે એમ ઝીણું ખાબોચિયું ફૂલે જોતજોતામાં, જોતજોતામાં ફૂટે,
શેરીએ બૂમો પાડતા રેલા નીસરે એને આંબવા નદી છબિયુંમાંથી છૂટે;
ટીપાં, છાંટા, ચૂવા, વાછંટ, ધાર, ધધૂડા, ધોરિયા, ધોધંધોધા આખા ગામનું ગજું નાણે!
જળની હેબત વાઘરી જેવા મનને થાપો મારતી કેવી ગારમાટીના કૂબે,
તમને તમે કેટલું ગમ્યા, કેમ ગમ્યા-એ કોયડાસોતું છિછરું માથું ડૂબે;
જળના આવા ઘોંચપરોણા સાંભળે, જુએ, સમજે, સહે જીવ એ પ્હેલાં દરિયો તેગું તાણે!
gam chomasa heth bhinjatun hoy ewa warsadna tane
tamne tame gamwa manDya ho te bijun koi na jane!
phugo phule em jhinun khabochiyun phule jotjotaman, jotjotaman phute,
sheriye bumo paDta rela nisre ene ambwa nadi chhabiyunmanthi chhute;
tipan, chhanta, chuwa, wachhant, dhaar, dhadhuDa, dhoriya, dhodhandhodha aakha gamanun gajun nane!
jalni hebat waghri jewa manne thapo marti kewi garmatina kube,
tamne tame ketalun gamya, kem gamya e koyDasotun chhichharun mathun Dube;
jalna aawa ghonchaprona sambhle, jue, samje, sahe jeew e phelan dariyo tegun tane!

સ્રોત
- પુસ્તક : છ અક્ષરનું નામ (પૃષ્ઠ ક્રમાંક 608)
- સર્જક : રમેશ પારેખ
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
- વર્ષ : 2023
- આવૃત્તિ : સાતમી આવૃત્તિ