કોઈ જોડે, કોઈ તોડે
koii jode, koii tode
ઉમાશંકર જોશી
Umashankar Joshi

કોઈ જોડે, કોઈ તોડે
પ્રીતડી કોઈ જોડે, કોઈ તોડે.
કોઈ ગુમાને ઉરઅરમાને અમથું મુખડું મોડે,
કોઈ આંખને અધઅણસારે ઊલટથી સામું દોડે.
કોઈ...
કોઈક ગભરુ પ્રણયભીરુ ખસી ચાલે થોડે થોડે,
કોઈ ઉમંગી રસરંગી ધસી આવે કોડે કોડે.
કોઈ...
કોઈ અભાગી અધરે લાગી હૃદયકટોરી ફોડે,
કો રસિયા હૈયા ખાતર થઈ મૂકે જીવતર હોડે.
કોઈ...



સ્રોત
- પુસ્તક : સમગ્ર કવિતાગ (પૃષ્ઠ ક્રમાંક 440)
- સર્જક : ઉમાશંકર જોશી
- પ્રકાશક : ગંગોત્રી ટ્રસ્ટ, અમદાવાદ
- વર્ષ : 1981
- આવૃત્તિ : દ્વિતીય આવૃત્તિ