Koi Rasta ni Dhare Dhare - Geet | RekhtaGujarati

કોઈ રસ્તાની ધારે ધારે

Koi Rasta ni Dhare Dhare

સુરેશ દલાલ સુરેશ દલાલ
કોઈ રસ્તાની ધારે ધારે
સુરેશ દલાલ

કોઈ રસ્તાની ધારે ધારે બેસી સાંજ સવારે

તારી રાહ જોઉં છું.

ઊડતાં ઊડતાં પંખીઓ પણ તારું નામ પુકારે

તારી રાહ જોઉં છું.

તારું નામ લઈને આભે સૂર્યોદય પણ થાતો

સૂરજ તારું નામ લઈને સાંજે ડૂબી જાતો.

કદીક આવશે તું : એવા અગમના અણસારે

તારી રાહ જોઉં છું.

વનની કેડી વાંકીચૂંકી : મારી કેડી સીધી.

મેં તો તારા નામની મીઠી કમલકટોરી પીધી

રાતની નીરવ શાંતિ : એના રણઝણતા રણકારે.

તારી રાહ જોઉં છું.

સ્રોત

  • પુસ્તક : કવિતા : ફેબ્રુઆરી 1985 (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ