koi bapore bharwa bethi - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કોઈ બપોરે ભરવા બેઠી

koi bapore bharwa bethi

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયા
કોઈ બપોરે ભરવા બેઠી
મનોજ ખંડેરિયા

કોઈ બપોરે ભરવા બેઠી

રેશમ-દોરે ભરવા બેઠી

મોર લીલો રે ભરવા બેઠી

ઘરથી નવરી થઈ

પીછું ભરતાં પાંખ થરકતી

કંઠ ભર્યો ત્યાં ગ્હેક છટકતી

જોતી રહી ને આંખ ફરકતી

ઊંડી ઊતરી ગઈ

ઊંડા કૈં ઘારણમાં ઊંડે

વીતી નમણી ક્ષણમાં ઊંડે

જીવતરના દર્પણમાં ઊંડે

નિજને નીરખી રહી

સ્રોત

  • પુસ્તક : વરસોનાં વરસ લાગે (પૃષ્ઠ ક્રમાંક 182)
  • સર્જક : મનોજ ખંડેરિયા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ