kishor khaarvaanun giit - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કિશોર ખારવાનું ગીત

kishor khaarvaanun giit

કિરીટ ગોસ્વામી કિરીટ ગોસ્વામી
કિશોર ખારવાનું ગીત
કિરીટ ગોસ્વામી

આખ્ખોયે દરિયો છે તરવો

આજ મારે! આખ્ખોયે દરિય છે તરવો

બાપુની જેમ હુંય ખેપ ઉપર જાઉં

ને લઈ જાઉં નાનેરો મછવો! આજ૦

કોડાં ભરેલ બેઉ મૂઠ્ઠી ખોલીને હવે હલ્લેસાં લેવાં છે હાથમાં

રેતીમાં રમવાનું છોડીને તોફાની મોજાંઓ ભરવાં છે બાથમાં!

દૂર દેશ-દેશાવર જાવું છે મારે તો

રસ્તે મુકામ નથી કરવો! આજ૦

માનાં આંસુડાંને ઉત્સવમાં ફેરવીને કરવી છે એક દી’ ઉજાણી,

સાતે પાતાળ તણા રસ્તા લેવા છે મારે દરિયાની પાસેથી જાણી,

મોતીનો મબલખ ભંડાર પછી ખોલીને

આંગણિયે મારે પાથરવો! આજ૦

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન : 1996 (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સંપાદક : નરોત્તમ પલાણ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
  • વર્ષ : 1998