mae’ramna! - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મે’રામણા!

mae’ramna!

દેવજી રા. મોઢા દેવજી રા. મોઢા
મે’રામણા!
દેવજી રા. મોઢા

સુણ્યો સુણ્યો રે તારો સાદ મેં મે’રામણા!

મારા તે ખેતરને શેઢે!

તારી તે પાસ મને આવેની જાણ, અલ્યા!

ક્ષણમાં, જે જાય ગણી વેઢે!

હલક ભર્યો કોસ તારો હાલે, મે’રામણા!

ને સોરઠાના સૂર તું છેડે!

ખેતરને છેડે હું પાણીડાં વાળતી,

ત્યાં આવી કાળજને વેડે!

આડી ફંટાઈ હું તો કંટકને ભાંગતી,

કો એવું કામણ તારે નેડે!

જેને વાગ્યો રે તારો કાંટો, મે’રામણા!

કેમ કરી ચાલે પછી કેડે?

સ્રોત

  • પુસ્તક : વનશ્રી (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સર્જક : દેવજી રા. મોઢા
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.
  • વર્ષ : 1963