રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
બળદિયા ગામને મારગ હાલ્યા
baladiya gamne marag halya
પ્રતાપસિંહ ડાભી 'હાકલ'
Pratapsinh Dabhi 'Hakal'
બળદિયા ગામને મારગ હાલ્યા
મૂળ ઠેકાણું જાણે બરાબર , ઉતાવળે પગ ઉપાડ્યા
દિ' ઊગે ને કરમને ખાતર સીમને ચીલે ચડતા
આખો દા'ડો હરિ દીધો કિરદાર રહે છે ભજવતા
સાંજ પડે ને રટણ જાપની રાહે પગલાં આંકયા
બળદિયા ગામને મારગ હાલ્યા
નીરણ પૂળો મળે ગમે તે મહેર ગણી આરોગે
માને છે કે માણી લેવું, મળી ગયું જે જોગે
બદલામાં પરસેવો પાડી વળતર પૂરાં આપ્યાં
બળદિયા ગામને મારગ હાલ્યા
સમો' હવે આવી ઊભો છે સીમશેઢે ન જવાતું
મંત્રધ્યાનના ઊભરે છાતી વચ્ચે છલોછલ થાતું
જીવનભર જે દાણા વાવ્યા, એનાં મળતર આવ્યાં
બળદિયા ગામને મારગ હાલ્યા
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ