KHaraa bapore - Geet | RekhtaGujarati

ખરા બપોરે

KHaraa bapore

જયન્ત પાઠક જયન્ત પાઠક
ખરા બપોરે
જયન્ત પાઠક

ખરા બપોરે સૂરજ વરસે ગગનભરીને તડકો

મોટે ફોરે મુશળધારે ગઈ ગોબાઈ સડકો;

તડકાના ધગધગ રેલામાં શેકાતી છાયાઓ

છળતી છલકાતી મલકાતી મૃગજળની માયાઓ;

આંખો મીંચી લથપથ ઊભાં મકાન ઝડીઓ ઝીલી

પડ્યું પવનનું પંખી હાંફે પલળી પાંખે ઢીલી;

નગર વચોવચ રમણ ચડ્યાં શાં પીળી નદીનાં પાણી

રડ્યાંખડ્યાં વાહન ને પગલાં જાય લોકનાં તાણી!

દશે દિશાની ચઢી રેલમાં ડૂબી નગરની વસ્તી

ભડકે બળતી એકલ હોડી શી હૈયાની હસ્તી.

સ્રોત

  • પુસ્તક : કવિતા : જુન 1985 (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ