khaaropaat agriyo - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ખારોપાટ અગરિયો

khaaropaat agriyo

રાહુલ તુરી રાહુલ તુરી
ખારોપાટ અગરિયો
રાહુલ તુરી

ખારોપાટ અગરિયો.

કરી નેજવું જોઈ રહ્યો છે રણ, રેતીનો દરિયો.

ખારીઉસ ધરતીને માથે મીઠાનું

વાવેતર,

કર્કજના ઢગલા કરતો રોજ

ઉલેચી માફર.

અંગ ઉઘાડે અગર વચાળે ઉભો રહે તરવરિયો.

ખંપારાથી ખેંચ્યા કરતો જીવતરની

ખારાશ,

ઝારાઓ સિંચીને પગમાં પડી

ગયા છે ચાસ.

તોય ઉજવતો આઠ દિવસની ખર્ચીમાં અવસરિયો.

કરી નેજવું જોઇ રહ્યો છે રણ, રેતીનો દરિયો,

ખારોપાટ અગરિયો.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ