kewaDiyana kanto - Geet | RekhtaGujarati

કેવડિયાના કાંટો

kewaDiyana kanto

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
કેવડિયાના કાંટો
રાજેન્દ્ર શાહ

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે:

મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.

બાવળિયાની શૂળ હોય તો

ખણી કાઢીએ મૂળ,

કેરથોરના કાંટા અમને

કાંકરિયાળી ધૂળ;

તો અણદીઠાનો અંગે ખટકે જાલિમ જાગ્યો રે,

કેવિડયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

તાવ હોય જો કડો ટાઢિયો

ક્વાથ કુલડી ભરીએ,

વાંતિરયો વળગાડ હોય તો

ભૂવો કરી મંતરીએ;

રુંવેરુંવે પીડ જેની તો જડે નહિ કહીં ભાંગ્યો રે.

કેવિડયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989