kayano kewDo - Geet | RekhtaGujarati

કાયાનો કેવડો...

kayano kewDo

મનહર જાની મનહર જાની
કાયાનો કેવડો...
મનહર જાની

મેં તો કંમખામાં મોરલો ગૂંથ્યો રે મોરલો ગૂંથ્યો રે મોરલો...

ઊડઊડ અડિયલ પોપચે

બેઠું પારેવડું

આંખ વરાસેં હું મૂઈ

અજવાળું મીંચું

મારે ઓશીકે સાથિયો ઊગ્યો રે સાથિયો ઊગ્યો રે સાથિયો ...

ફળિયા વચ્ચે લીમડો

લીમડે બોલે કાગ

ઝાંઝરિયાળા જીવમાં

ઘમકે ઘૂધરમાળ

મેં તો લોચનમાં દીવડો મૂક્યો રે દીવડો મૂક્યો રે દીવડો ...

છાતી છલવલ ચાકળો

નજરું નવસર હાર

ચિતડું સરરર ચૂંદડી

મરઝાદું મોઝાર

મેં તો કાયાનો કેવડો સૂંઘ્યો રે કેવડો સૂંઘ્યો રે કેવડો...

સ્રોત

  • પુસ્તક : સાંબેલું ચંદણ સાગનું
  • સર્જક : મનહર જાની
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2001