kawi, taren ketlan haiyan - Geet | RekhtaGujarati

કવિ, તારેં કેટલાં હૈયાં

kawi, taren ketlan haiyan

હરિશ્ચંદ્ર ભટ્ટ હરિશ્ચંદ્ર ભટ્ટ
કવિ, તારેં કેટલાં હૈયાં
હરિશ્ચંદ્ર ભટ્ટ

કવિ, તારે કેટલાં હૈયાં?

કવિ, તારે કેટલાં હૈયાં?

કાલે આપ્યું પેલા પંખીના ગાનને,

આજે આપ્યું પેલાં ફૂલેાના રંગને,

આપ્યું ઉષાને, તેં તારાને આપ્યું,

સંધ્યાની આશા સંતોષજે રે-

કવિ, તારે કેટલાં હૈયાં?

કવિ, તારે કેટલાં હૈયાં?

કાલે આપ્યું એક પેલાં સ્મિતોને,

આજે આપ્યું એક નીચાં નયનોને,

આશાભર્યાં પેલા હાથોને આપ્યું,

જીવનસાથી સંતેાષજે રે-

કવિ, તારે કેટલાં હૈયાં?

કવિ, તારે કેટલાં હૈયાં?

તરણાંને આપ્યું, ને સાગરને આપ્યું,

ધરતીને આપ્યું, આકાશને આપ્યું,

ધૂળ જેવી તારી કાયાનું હૈયું તું

મૃત્યુને માટે યે રાખજે રે-

સ્રોત

  • પુસ્તક : સ્વપ્નપ્રયાણ (પૃષ્ઠ ક્રમાંક 142)
  • સંપાદક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.
  • વર્ષ : 1959