રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસાત ભવની એકલતામાં તુજને શાની ખોટ જીવજી,
ચાર પ્રહર ચોપાટ રમ્યા ને ચાર પ્રહરની ગોઠ જીવજી!
કોઈ ભૂલ્યો ભટકેલો રસ્તો આવી પૂછે નામ જીવજી,
હોય, જરા અણુસોરું લાગે પણ કરવા પ્રણામ જીવજી!
કયાંય સુધી રેલાઈ ગયેલો એક જણ દરિયો થાય જીવજી,
થાય કદી કંઈ મોજાંનો ફીણફીણ કજિયો થાય જીવજી!
નસમાં લેાહી વહેતું રાખે એ જણની જય બોલો જીવજી,
નહિ તો કયાંથી ફૂલને મળતે ઝાકળનો હડદોલો જીવજી?
મુજ પાળેલો મુજ આશ્રમના કોણે ચોર્યો મોર જીવજી?
સાંજ પડે ને ઘેરી લ્યે છે ટહુકાઓ નઠ્ઠોર જીવજી!
નગરના દરવાજે એક ડૂસકું ખખડાવે છે ભોગળ જીવજી,
આંસુ જાગે અથવા કવિતા જેનાં જેવાં અંજળ જીવજી.
sat bhawni ekaltaman tujne shani khot jiwji,
chaar prahar chopat ramya ne chaar praharni goth jiwji!
koi bhulyo bhatkelo rasto aawi puchhe nam jiwji,
hoy, jara anusorun lage pan karwa prnam jiwji!
kayanya sudhi relai gayelo ek jan dariyo thay jiwji,
thay kadi kani mojanno phinphin kajiyo thay jiwji!
nasman leahi wahetun rakhe e janni jay bolo jiwji,
nahi to kayanthi phulne malte jhakalno haDdolo jiwji?
muj palelo muj ashramna kone choryo mor jiwji?
sanj paDe ne gheri lye chhe tahukao naththor jiwji!
nagarna darwaje ek Dusakun khakhDawe chhe bhogal jiwji,
ansu jage athwa kawita jenan jewan anjal jiwji

સ્રોત
- પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 114)
- સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
- પ્રકાશક : આદર્શ પ્રકાશન
- વર્ષ : 1983