kanku kharyun ne suraj ugyo - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો

kanku kharyun ne suraj ugyo

અવિનાશ વ્યાસ અવિનાશ વ્યાસ
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો
અવિનાશ વ્યાસ

માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો

જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો

કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો

મંદિર સરજાયું ને ઘંટારવ ગાજ્યો,

બ્રહ્મનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો,

દીવો થાવા માટે મંદિરનો ચાંદો આવી પૂગ્યો

કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો

માવડીની કોટમાં તારાનાં મોતી

જનનીની આંખ્યુંમાં પૂનમની જ્યોતિ

છડી રે પુકારી માની મોરલો ટહુક્યો

કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો

નોરતાંના રથના ઘૂઘરા બોલ્યા

અજવાળી રાતે માથે અમૃત ઢોળ્યાં

ગગનનો ગરબો માનાં ચરણોમાં ઝૂક્યો

કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

સ્રોત

  • પુસ્તક : કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સર્જક : નવભારત સાહિત્ય મંદિર
  • સંપાદક : અંકિત ત્રિવેદી
  • વર્ષ : 2006