kanDun maraDyun - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાંડું મરડ્યું

kanDun maraDyun

મનોહર ત્રિવેદી મનોહર ત્રિવેદી
કાંડું મરડ્યું
મનોહર ત્રિવેદી

કાંડું મરડ્યું એણે

રીસ કરીને છોડાવ્યું તો ઝબ્ દઈ ઝાલી નેણે

જોઈ-જોઈ કેસૂડાં મ્હોર્યાં હું થૈ સુક્કીભઠ્ઠ

મારી વાળી શેય વળે ના કોયલની હઠ્ઠ

પોતીકાએ મને પળેપળ પજવી મ્હેણે-મ્હેણે

શરમ મૂકીને પાછળ આવી બેઉ બાજુની વાડ

ડાળ નમાવી ટગરટગર નીરખે નવરાં ઝાડ

વળી વાયરે વાવડ વહેતા કર્યા નદીના વ્હેણે

ચૂંટી ભરતાં પાણીથી પાતલડી થૈ ગૈ કેડ્ય

હુંયે મૂઈ ના કહી શકી કે આમ મને કાં વેડ્ય?

પરવશ હું ખેંચાતી ચાલી સમજું નહીં કે શેણે?

કાંડું મરડ્યું એણે

સ્રોત

  • પુસ્તક : પ્રતીપદા (પૃષ્ઠ ક્રમાંક 180)
  • સંપાદક : પ્રશાંત પટેલ, યોગેશ પટેલ
  • પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન્સ
  • વર્ષ : 2015