કમળપાંદડી કાયા
kamalpandadi kaya
પૂનમભાઈ સોલંકી
Punambhai Solanki
પૂનમભાઈ સોલંકી
Punambhai Solanki
કમળ પાંદડીકાયા
કોમળ કમળપાંદડી કાયા!
રતાશનું રેશમ ઓઢીને
ઊભી ઝળહળ માયા!
જળમાં ઝૂલે ચાંદ, ચાંદની
કને ઝૂલે કલહંસી
ફગર ફૂંકથી ફોરે કેવળ
દ્રુતવિલંબે બંસી
કવિ ઝૂરીને જળમાં કોરે
ખૂશ્બુના પડછાયા!
પદ્મ વચોવચ ઝરે મનોમન
એક ષોડશી ગીત
ટપ્પ દઈ ટપકે આંસુ તે
ઝાકળનું સંગીત
સ્પર્શ કરું તે અક્ષર છે કે
છે અત્તરના ફાયા?
સ્રોત
- પુસ્તક : કવિતા : ઑગસ્ટ 1985 (પૃષ્ઠ ક્રમાંક 5)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
