ગામડા ગામની છોકરી રે એક જીવતી એનું નામ;
જીવતી એનું નામ, કરે પણ મરતી મરતી કામ.
લટિયાં એનાં લીખ ભરેલાં લૂગડાં મેલાં દાટ;
આજે જો નાહ્ય તો નાહ્ય પછીથી દિવસ વીત્યે આઠ.
જીવતી! તારું જીવતી એવું કોણે પાડ્યું નામ?
કોણ હતી એ ફૂવડ ફોઈ તુજ જીવાપુર ગામ?
વાને કોયલ જેવી તોય ના કંઠમાં કેમ મીઠાશ?
જીવતી રે એલી જીવતી! તારો આવડો કેમ રે ત્રાસ?
જીવતી બોલે : ભાઈ! અભાગી જનમેલી જે દીથી;
ગામડા ગામની છોકરીનો સંસાર ના જાય સુખેથી.
નાનકડી હું બાળ મેં માંડી ત્યારથી ઘરની વેઠ;
પરણીને ગઈ સાસરે જોડી ધણીએ ધૂંસરી હેઠ.
માનાં લાડ મળ્યાં ના મીઠાં, મળી ન બાપની પ્રીત;
પરણ્યાએ કદી પાસ બેસી ના ગાયું જીવનગીત.
જીવતી મારું નામ સાચું પણ જીવતી ના હું ભાઈ;
ગામડા ગામની છોકરીની એવી જીવનની કઠણાઈ.
gamDa gamni chhokri re ek jiwti enun nam;
jiwti enun nam, kare pan marti marti kaam
latiyan enan leekh bharelan lugDan melan dat;
aje jo nahya to nahya pachhithi diwas witye aath
jiwti! tarun jiwti ewun kone paDyun nam?
kon hati e phuwaD phoi tuj jiwapur gam?
wane koyal jewi toy na kanthman kem mithash?
jiwti re eli jiwti! taro aawDo kem re tras?
jiwti bole ha bhai! abhagi janmeli je dithi;
gamDa gamni chhokrino sansar na jay sukhethi
nanakDi hun baal mein manDi tyarthi gharni weth;
parnine gai sasre joDi dhaniye dhunsri heth
manan laD malyan na mithan, mali na bapni preet;
paranyaye kadi pas besi na gayun jiwangit
jiwti marun nam sachun pan jiwti na hun bhai;
gamDa gamni chhokrini ewi jiwanni kathnai

સ્રોત
- પુસ્તક : પરિવંદના (પૃષ્ઠ ક્રમાંક 68)
- સર્જક : સોમાભાઈ ભાવસાર
- પ્રકાશક : શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર, અમદાવાદ
- વર્ષ : 1976