આ ઝાલાવાડી ધરતી!
આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક, રુક્ષ, ચોફરતી.
અહીં ફૂલ કેવળ આવળનાં;
અહીં નીર અધિકાં મૃગજળનાં;
પુષ્પ, પત્ર, પાણી વિણ કાયા ઘોર ઉનાળે બળતી! – આo
જોજનના જોજન લગ દેખો,
એક નહીં ડુંગરને પેખો;
વિરાટ જાણે ખુલ્લી હથેળી સમથલ; ક્ષિતિજે ઢળતી! — આo
આ તે કોઈ જનમવેરાગણ?
કે કો ઉગ્ર તંપતી જોગણ
સંન્યાસિની તણા નિર્મળ શુભ વેષે ઉર મુજ ભરતી! — આo
aa jhalawaDi dharti!
awal, bawal, ker, borDi, shushk, ruksh, chopharti
ahin phool kewal awalnan;
ahin neer adhikan mrigajalnan;
pushp, patr, pani win kaya ghor unale balti! – aao
jojanna jojan lag dekho,
ek nahin Dungarne pekho;
wirat jane khulli hatheli samthal; kshitije Dhalti! — aao
a te koi janamweragan?
ke ko ugr tampti jogan
sannyasini tana nirmal shubh weshe ur muj bharti! — aao

સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 85)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004