jarik j vadhu - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જરીક જ વધુ

jarik j vadhu

ઉશનસ્ ઉશનસ્
જરીક જ વધુ
ઉશનસ્

બાઈ રે, જરીક જ વધુ જો વેઠે,

આ રહ્યું એનું મકાન ઢૂંકડું
અહીં આગળ તરભેટે,
જ્યાં તારી ધીરજ ખૂટી ને,
ત્યાંથી જરીક જ છેટે.  - બાઈ રે૦
થોડુંક ચાલી નાખ વધારે,
આટલું તો એટલડું;
અહીં તું મૂળગું ખોય, શોચ કે
ત્યાં પામે કેટલડું?
કહ્યું કરે ના પાય તોય જા
કાય ઘસડતી પેટે  - બાઈ રે૦
એ ગમથી આવ્યા છે વાવડ :
એ પણ ઊતરી હેઠો
ઝરૂખડેથી પથતરુ છાંયે
રાહ નિહાળત બેઠો,
બે ડગ આગળ આવી એ પણ
કેમ તને નહીં ભેટે?  - બાઈ રે૦

સ્રોત

  • પુસ્તક : વેદના એ તો વેદ (ઉશનસનાં ગીતો) (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2001