jagya maran sapnan winpar - Geet | RekhtaGujarati

જાગ્યા મારાં સપનાં વીણપાર

jagya maran sapnan winpar

ધ્રુવ ભટ્ટ ધ્રુવ ભટ્ટ
જાગ્યા મારાં સપનાં વીણપાર
ધ્રુવ ભટ્ટ

જાગ્યા મારાં સપનાં વીણપાર

સંતો રે ભાઈ જાગ્યા મારાં સપનાં વીણપાર

સપને સાંઠિકાં મેં તો ભાળિયાં હો જી

લઈ અમે ઊડિયાં અંકાશ

સંતો રે સાધો લઈ અમે ઊડિયાં અંકાશ

વિના કોઈ આધારે દળમાં વાવિયાં હો જી

વાવ્યાં એવા કોળ્યાં અપરમ્પાર

સંતો ભાઈ વાવ્યાં એવા કોળ્યાં અપરમ્પાર

નભને ખાલીપે ઝૂલ્યાં ઝાડવાં હો જી

ઝૂલે ને બોલાવે આવો આમ

સંતો ભાઈ ઝાડવાં બોલે કે આવો આમ

આવો ને લઈ જાજો મારા છાંયડા હો જી

એવા છાંયે પોઢાડી લઈ જાત

સંતો ભાઈ એવા છાંયે પોઢાડી લઈ જાત

અમે સપને ઊંઘ્યા’ને સપને જાગિયાં હો જી

સ્રોત

  • પુસ્તક : ધ્રુવગીત (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સર્જક : ધ્રુવ ભટ્ટ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2021