રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોરાજને ભરોંસે હું તો
રેન સારી જાગી-ટેક.
નયનાનાં નીર ખૂટ્યાં,
હૈડાનાં હીર છૂટ્યાં;
પલ પલ હાય! આજ યુગ સમ લાગી- રાo
ચંદ્ર યામિનીને ખોળે,
કુસુમો વાયુ હીંચોળે,
જગતને આજ જોને લગન શી લાગી-રાo
મ્હોલ અણમોલ મ્હારા,
વ્હાલ વિના અકારા,
રગ રગ આજ મુને અગન શી લાગી-રાo
સ્નેહને સંભારવા ના,
સપનાંના મોહ શાના?
ઝાંઝવાને ઝંખનારી હું જ હતભાગી,
રાજને ભરોંસે હું તો
રેન સારી જાગી.
rajne bharonse hun to
ren sari jagi tek
naynanan neer khutyan,
haiDanan heer chhutyan;
pal pal hay! aaj yug sam lagi rao
chandr yaminine khole,
kusumo wayu hinchole,
jagatne aaj jone lagan shi lagi rao
mhol anmol mhara,
whaal wina akara,
rag rag aaj mune agan shi lagi rao
snehne sambharwa na,
sapnanna moh shana?
jhanjhwane jhankhnari hun ja hatbhagi,
rajne bharonse hun to
ren sari jagi
rajne bharonse hun to
ren sari jagi tek
naynanan neer khutyan,
haiDanan heer chhutyan;
pal pal hay! aaj yug sam lagi rao
chandr yaminine khole,
kusumo wayu hinchole,
jagatne aaj jone lagan shi lagi rao
mhol anmol mhara,
whaal wina akara,
rag rag aaj mune agan shi lagi rao
snehne sambharwa na,
sapnanna moh shana?
jhanjhwane jhankhnari hun ja hatbhagi,
rajne bharonse hun to
ren sari jagi
સ્રોત
- પુસ્તક : ગજેંદ્રનાં મૌક્તિકો (પૃષ્ઠ ક્રમાંક 52)
- સંપાદક : રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2004
- આવૃત્તિ : 2