લોકની વાણી આજ રૂંધાણી, બંધ એ માનવ કંઠ;
તારલાને છે તેજની વાણી, ફૂલની વાણી ગંધ,
વહેતાં ગાતાં પાણીઃ
રૂંધાણી માનવ વાણી.
ખાણના ખાડા ઊભરે આજે માનવને નિઃશ્વાસ,
કારખાનાનો મેલેા વાયુ મૂંઝવે તેના શ્વાસ;
શ્રમે જ્યાં નાડીઓ તૂટે;
ત્યાં તે કેમ વાણી ફૂટે?
ભૂખના માર્યા, દુઃખના માર્યા, થાતા ગુનેગાર,
બેડીઓ નાખી, સાંકળ બાંધી, પૂરતા જેલને દ્વાર;
રાખે જ્યાં ઢોરની પેઠે,
ત્યાં તે કેમ વાણી ફૂટે?
આંસુ કેરી ધાર મહીં ને ઊના જે નિઃશ્વાસ,
માનવ કેરા ઉર તણો ત્યાં આલેખ્યો ઇતિહાસ :
વાણી ના ઊઠતી ત્યારે
કહે કેમ બીજી પેરે?
આંખ થકી નહીં, અંતરથીઃ જો ઉકેલશો ઇતિહાસ,
જાણશો તો શું ભરિયું છે ત્યાં આંસુમાં, ઊને શ્વાસઃ
રૂધાયેલ માનવ વાણી
જોજો તેમાં આજ સમાણી.
lokani wani aaj rundhani, bandh e manaw kanth;
tarlane chhe tejani wani, phulni wani gandh,
wahetan gatan pani
rundhani manaw wani
khanna khaDa ubhre aaje manawne nishwas,
karkhanano melea wayu munjhwe tena shwas;
shrme jyan naDio tute;
tyan te kem wani phute?
bhukhana marya, dukhana marya, thata gunegar,
beDio nakhi, sankal bandhi, purta jelne dwar;
rakhe jyan Dhorni pethe,
tyan te kem wani phute?
ansu keri dhaar mahin ne una je nishwas,
manaw kera ur tano tyan alekhyo itihas ha
wani na uthti tyare
kahe kem biji pere?
ankh thaki nahin, antarthi jo ukelsho itihas,
jansho to shun bhariyun chhe tyan ansuman, une shwas
rudhayel manaw wani
jojo teman aaj samani

સ્રોત
- પુસ્તક : બારી બહાર (પૃષ્ઠ ક્રમાંક 125)
- સર્જક : પ્રહલાદ પારેખ
- પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
- વર્ષ : 1969