hunya lakhun bas jari? - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હુંય લખું બસ જરી?

hunya lakhun bas jari?

વિમલ અગ્રાવત વિમલ અગ્રાવત
હુંય લખું બસ જરી?
વિમલ અગ્રાવત

તમને તો કંઈ ઘણાં ઘણાંએ ઘણું લખ્યું છે હરિ!

હુંય લખું બસ જરી?

લખવાવાળા લખે, શબદની કંઈક કરામત લાવે;

હરિ, મને તો વઘી વઘી ને કક્કો લખવો ફાવે;

જરુંર પડે ત્યાં કાનોમાતર તમે લેજો કરી.

તમને તો કંઈ ઘણાં ઘણાંએ ઘણું લખ્યું છે હરિ!

શબદ સરકણાં ફોગટ સઘળાં, કાગળ મારો સાચો;

અક્ષરમાં અંધારું કેવળ, અંતર મારું વાંચો;

પરબિડિયું પડતું મેલી મેં મને રવાના કરી.

તમને તો કંઈ ઘણાં ઘણાંએ ઘણું લખ્યું છે હરિ!

સ્રોત

  • પુસ્તક : કવિતા : ઑગસ્ટ – સપ્ટેમ્બર ૨૦૦૯ (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન