તમને તો કંઈ ઘણાં ઘણાંએ ઘણું લખ્યું છે હરિ!
હુંય લખું બસ જરી?
લખવાવાળા લખે, શબદની કંઈક કરામત લાવે;
હરિ, મને તો વઘી વઘી ને કક્કો લખવો ફાવે;
જરુંર પડે ત્યાં કાનોમાતર તમે જ લેજો કરી.
તમને તો કંઈ ઘણાં ઘણાંએ ઘણું લખ્યું છે હરિ!
શબદ સરકણાં ફોગટ સઘળાં, કાગળ મારો સાચો;
અક્ષરમાં અંધારું કેવળ, અંતર મારું વાંચો;
પરબિડિયું પડતું મેલી મેં મને રવાના કરી.
તમને તો કંઈ ઘણાં ઘણાંએ ઘણું લખ્યું છે હરિ!
tamne to kani ghanan ghanane ghanun lakhyun chhe hari!
hunya lakhun bas jari?
lakhwawala lakhe, shabadni kanik karamat lawe;
hari, mane to waghi waghi ne kakko lakhwo phawe;
jarunr paDe tyan kanomatar tame ja lejo kari

shabad saraknan phogat saghlan, kagal maro sacho;
aksharman andharun kewal, antar marun wancho;
parabiDiyun paDatun meli mein mane rawana kari

સ્રોત
- પુસ્તક : કવિતા : ઑગસ્ટ – સપ્ટેમ્બર ૨૦૦૯ (પૃષ્ઠ ક્રમાંક 6)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન