ranna kharwanun geet - Geet | RekhtaGujarati

રણના ખારવાનું ગીત

ranna kharwanun geet

વિરલ શુક્લ વિરલ શુક્લ
રણના ખારવાનું ગીત
વિરલ શુક્લ

ઈન્તેજારકા સૂક્કા દરિયા પાર કરે તો કેવી રીતે અપને પાસ બચી હૈ ના વો કાગળકી ઇક હોડી.

સપણે-વપણે, આંસુ-વાંસુ, હંસી-ઠીઠૌલી ભેગે કરકે આસમાનસે વીંટી પડીકા, શઢ દીધા હૈ છોડી.

અપને પાસ બચી હૈ ના વો કાગળકી ઇક હોડી...

બુઢ્ઢો ચાચા કેવે હે કી ચોમાસેમેં ઐસી નબળી હોડી લેકર ઘૂઘવાતે દરિયેકે અંદર મત જા બેટા!

પાણીકા તો ફિર ભી અચ્છા લેકણ સૂક્કે સમદરકા થાય ભરોસા ઇસમેં કાયમ ઓટ રે'તી રે'જે

છેટા.

સપણે આંસુ હંસીઠીઠૌલી દેકારા કરતે થે ઇતના, સુણા કુછ હોડીને ઉસને રસ્સી નાખી તોડી...

અપને પાસ બચી હૈ ના વો કાગળકી ઇક હોડી...

મધદરીયેમેં પહોંચા જ્યારે ત્યારે અસલી ખબર પડી હૈ, તરસ નામકી મન્જીલ હમકું બરસોં

બીતે ગોત રહી હૈ

કાગળ કા તો કટકે કટકા, હોડીકા તો બટકે બટકા; કાળીભમ્મર ઓટ વચાળે બિના હલેસે જાત બહી હૈ

તરસ મીલી તો તરસ બુજી હૈ, ગૂમ થાતે હી વાટ સૂજી હૈ, કોઈ દીવાણા હી સમજેગા બાત નહિ યે થોડી.

અપને પાસ બચી હૈ ના વો કાગળકી ઇક હોડી...

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.