રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોખળખળ ઝળઝળ ઝબાક્ જળતું જળ રે જળથી જળમાં
ઝબકી હળતું ઢળતું છળતું, છપાક્ છીછરાં છલકે.
આ પાર... ઓ પાર... આ પાર... ઓ પાર...
ખટાક્ ખારવા ખલ્લક ડૂબ્યા અઢળક કઢળક હોડી હૈસાં
લગર ખપ્પક ખૂંપ્યા, હરીએ ફરીએ તળિયું ટપકે.
આ પાર... ઓ પાર... આ પાર... ઓ પાર...
મીંઢળબંધો મછવો ડૂબે ભફાંગ ચીસો ભફાંગ નાસો કોણ બચ્યું,
ને કોણ ડૂબ્યું ને ઓળંબાતા ગોળંબાતા વર્તુળમાં
ઓળા ઓગળતા સ્થિર સપાટી પર આંસુથી છલના છલકે...
આ પાર... ઓ પાર... આ પાર... ઓ પાર...
આટલાં બિલ્લસ તેટલાં બિલ્લસ આટલા વાંભે તેટલા વાંભે
આમ મથોડાં તેમ મથોડાં,
ત્રીજી વારની ડૂબકી ઉપર દોડમદોડા ફીણ લસરકે...
આ પાર....ઓ પાર... આ પાર... ઓ પાર...
છળતાં પાણી, મળતાં પાણી, પાછાં આવી વળતાં પાણી
ઢળાક્ ઢળઢળ ઢળતાં પાણી,
રેતી સૂની પવન તાણી ઊડે ચીંથરા સરરર રાણી...
આ પાર... ઓ પાર... આ પાર... ઓ પાર...
છપાક્ કરતો સૂરજ કુદે રજ રજમાં ને ગુંબજમાં ઝાલર વાગે
ને પુલ નીચે અવસાદી રંગો ઓઢીને નિરમાળ તરે ને
પરપોટા અટ્ટહાસ્યમાં સાંજનો પગરવ હલકે હલકે...
આ પાર... ઓ પાર... આ પાર... ઓ પાર...
ઘુમરી ઉપ્પર ઘુમરી ઉપ્પર ઘુમરી એમાં ફીણની ડમરી
ડાહી ડમરી સુસવાટા ને
શઢની લઢવઢ ઓવારો ને
ઘાટ: પગથિયાં, મોજાનાં રઘવાટ રગશિયા...
મત્સ્ય રેશમી જળલિસોટો, ઘડીક તડકો ઘડીક છાંયો
કોઈ કરચલો દરમાં પેસે,
સૂનકારના શંખ એટલા કાંઠા ઉપર ડંખ ને
નીચે આભ છલાંગે વાદળ સરકે...
આ પાર.. ઓ પાર.. આ પાર... ઓ પાર..
ડહોળા પાણીમાં ડિલ બોળી ભીને લૂગડે ટોળું આવે
કાંઠે બેસી છબછબિયાં
કરતાં ગપસપનાં સપનાંની રાખોડી ઘટનાને વાગોળે
નિર્જન કાંઠો, છાતીમાં ડૂમાની રેતી આંખોમાં
અવગતિયાં દૃશ્યો, થોડે દૂર
ધુમાડાને વીંટળાઈ વળેલા શ્વાસો બળતા ભડભડ ભડકે,
આ પાર.. ઓ પાર... આ પાર... ઓ પાર...
khalkhal jhaljhal jhabak jalatun jal re jalthi jalman
jhabki halatun Dhalatun chhalatun, chhapak chhichhran chhalke
a par o par aa par o par
khatak kharwa khallak Dubya aDhlak kaDhlak hoDi haisan
lagar khappak khumpya, hariye phariye taliyun tapke
a par o par aa par o par
minDhalbandho machhwo Dube bhaphang chiso bhaphang naso kon bachyun,
ne kon Dubyun ne olambata golambata wartulman
ola ogalta sthir sapati par ansuthi chhalna chhalke
a par o par aa par o par
atlan billas tetlan billas aatla wambhe tetla wambhe
am mathoDan tem mathoDan,
triji warni Dubki upar doDamdoDa pheen lasarke
a par o par aa par o par
chhaltan pani, maltan pani, pachhan aawi waltan pani
Dhalak DhalDhal Dhaltan pani,
reti suni pawan tani uDe chinthra sarrar rani
a par o par aa par o par
chhapak karto suraj kude raj rajman ne gumbajman jhalar wage
ne pul niche awsadi rango oDhine nirmal tare ne
parpota atthasyman sanjno pagraw halke halke
a par o par aa par o par
ghumri uppar ghumri uppar ghumri eman phinni Damri
Dahi Damri suswata ne
shaDhni laDhwaDh owaro ne
ghatah pagathiyan, mojanan raghwat ragashiya
matsya reshmi jalalisoto, ghaDik taDko ghaDik chhanyo
koi karachlo darman pese,
sunkarna shankh etla kantha upar Dankh ne
niche aabh chhalange wadal sarke
a par o par aa par o par
Dahola paniman Dil boli bhine lugDe tolun aawe
kanthe besi chhabachhabiyan
kartan gapasapnan sapnanni rakhoDi ghatnane wagole
nirjan kantho, chhatiman Dumani reti ankhoman
awagatiyan drishyo, thoDe door
dhumaDane wintlai walela shwaso balta bhaDbhaD bhaDke,

સ્રોત
- પુસ્તક : આઠમા દાયકાની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 82)
- સંપાદક : સુમન શાહ
- પ્રકાશક : નવોદિત લેખક સહકારી પ્રકાશન
- વર્ષ : 1982