hira salaatni premikani ukti - Geet | RekhtaGujarati

હીરા સલાટની પ્રેમિકાની ઉક્તિ

hira salaatni premikani ukti

સંજય પંડ્યા સંજય પંડ્યા
હીરા સલાટની પ્રેમિકાની ઉક્તિ
સંજય પંડ્યા

કોના રે ઝરૂખા, કોની મેડિયું

ઉઘલે યાદોની જાન

સૂના રે પડેલા મારા ઓરડા

તડકે લીંપેલી મારી ગોખલી

અંદર ગાઢું રે એકાંત

દુઃખના લિસોટા ભાળ્યા કોટડે

પડછાયો ઘેરે મનનું આંગણું

સૂની મનની કમાન રે

ઊંડા રે ઊંડા મનના ગોખલા

કોણે રે પાડ્યા રુદીયે ચોસલા

ભીંતે શેં જડિયો સલાટ

લોહીઝાણ દખ અટક્યું આંખમાં

રસપ્રદ તથ્યો

રાજાના વાંકમાં આવેલા હીરા સલાટને ડભોઈના ગઢમાં જીવતો ચણી દેવાયો હતો.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ