રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવજન કરે તે હારે રે મનવા
ભજન કરે તે જીતે.
તુલસી-દલથી તોલ કરો તો
બને પવન-પરપોટો,
અને હિમાલય મૂકો હેમનો
તો મેરુથી મોટોઃ
આ ભારે હળવા હરિવરને
મૂલવવો શી રીતે!-
રે મનવા, ભજન કરે તે જીતે.
એક ઘડી તને માંડ મળી છે
આ જીવતરને ઘાટે.
સાચ-ખોટનાં ખાતાં પાડી
એમાં તું નહીં ખાટેઃ
સ્હેલીશ તું સાગરમોજે કે
પડ્યો રહીશ પછીતે?–
રે મનવા, ભજન કરે તે જીતે.
આવ, હવે તારા ગજ મૂકી,
વજન મૂકીને વરવાં,
નવલખ તારા નીચે બેઠો
ક્યાં ત્રાજવડે તરવા?
ચૌદ ભુવનનો સ્વામી આવે
ચપટી ધૂળની પ્રીતે-
રે મનવા, ભજન કરે તે જીતે.
wajan kare te hare re manwa
bhajan kare te jite
tulsi dalthi tol karo to
bane pawan parpoto,
ane himalay muko hemno
to meruthi moto
a bhare halwa hariwarne
mulawwo shi rite!
re manwa, bhajan kare te jite
ek ghaDi tane manD mali chhe
a jiwatarne ghate
sach khotnan khatan paDi
eman tun nahin khate
shelish tun sagarmoje ke
paDyo rahish pachhite?–
re manwa, bhajan kare te jite
aw, hwe tara gaj muki,
wajan mukine warwan,
nawlakh tara niche betho
kyan trajawDe tarwa?
chaud bhuwanno swami aawe
chapti dhulni prite
re manwa, bhajan kare te jite
wajan kare te hare re manwa
bhajan kare te jite
tulsi dalthi tol karo to
bane pawan parpoto,
ane himalay muko hemno
to meruthi moto
a bhare halwa hariwarne
mulawwo shi rite!
re manwa, bhajan kare te jite
ek ghaDi tane manD mali chhe
a jiwatarne ghate
sach khotnan khatan paDi
eman tun nahin khate
shelish tun sagarmoje ke
paDyo rahish pachhite?–
re manwa, bhajan kare te jite
aw, hwe tara gaj muki,
wajan mukine warwan,
nawlakh tara niche betho
kyan trajawDe tarwa?
chaud bhuwanno swami aawe
chapti dhulni prite
re manwa, bhajan kare te jite
સ્રોત
- પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 56)
- સંપાદક : દીપક મહેતા
- પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
- વર્ષ : 2008