hari, supne mat aawo! - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હરિ, સુપણે મત આવો!

hari, supne mat aawo!

ભગવતીકુમાર શર્મા ભગવતીકુમાર શર્મા
હરિ, સુપણે મત આવો!
ભગવતીકુમાર શર્મા

હરિ, સુપણે મત આવો!

મોઢામોઢ મળો તો મળવું,

મિથ્યા મૃગજળ માંહ્ય પલળવું,

બદરાથી તે બદરા તક

ચાતકનો ચકરાવો... હરિ...

પરોઢનું પણ સુપણું, એનો કબ લગ હો વિશ્વાસ?

મોહક હોય ભલે, ફોગટ છે ચીતરેલો મધુમાસ.

મુંને બ્રજ કી બાટ બતાવો...

હરિ, સુપણે મત આવો!...

સુપણામાં સૌ ભવનું સુખ ને સમ્મુખની એક ક્ષણ,

નવલખ તારા ભલે ગગનમાં, ચન્દ્રનું એક કિરણ.

કાં આવો, કાં તેડાવો!

હરિ, સુપણે મત આવો!...

સ્રોત

  • પુસ્તક : શબ્દનું સાત ભવનું લેણું છે (પૃષ્ઠ ક્રમાંક 123)
  • સંપાદક : રવીન્દ્ર પારેખ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2009