hari kholshe deli - Geet | RekhtaGujarati

હરિ ખોલશે ડેલી

hari kholshe deli

વંચિત કુકમાવાલા વંચિત કુકમાવાલા
હરિ ખોલશે ડેલી
વંચિત કુકમાવાલા

મારી હરિ ખોલશે ડેલી,

અનિમેષ નયનોથી ઊભા, સકળ ભાવ સંકેલી

હરિ ખોલશે ડેલી ને ઘર રોમ રોમ ભીંજાશે,

હરિ રૂપના આંખ વચાળે ઝલમલ દીવા થાશે,

સખા સરીખા, ભેટી પડવા, ભીતર તાલાવેલી

હરિ હાથ પકડીને અમને ઘર વચ્ચે લઈ જાશે,

રાંધણિયામાં મારી સાથે મારા જેવું ખાશે,

આડા પડશે, ખેંચી લેશે, મારી ચાદર મેલી

સમી સાંજના આંગણ વચ્ચે આટા-પાટા રમશે,

મને જિતાડી દેશે પોતે હાર બધીયે ખમશે,

સહેજ મલકશે, ને ઘર થાશે, આપોઆપ હવેલી

સ્રોત

  • પુસ્તક : કવિતા, એપ્રિલ, ૧૯૯૯ (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન