રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅમે રમતાં ગાર્ય ગોરમટી રે -
હાં રે બઈ હમચી લ્યો.
આખા ડિલે ઊમટી રે – હાં રે...
આડા અવળા ચીતર્યા મોર,
નાચે ઓણ ને ટહુકે પોર
ઢેલ નજરની ઢળતી રે – હાં રે બઈ...
પાલવ અડ્યે પલળતી રે – હાં રે બઈ...
ભીની ગાર્યે પગલી પા – પા
એના વાગ્યા હૈયે થાપા,
આખી શેરી રમતી રે – હાં રે બઈ...
ઉંબરે ડેલી ઊમટી રે – હાં રે બઈ...
વધી ગાર્યનું થાપ્યું છાણું.
બાકી પૂર્યું કોઠી સાણું.
ડાંખળે દીધી ચીમટી રે – હાં રે બઈ...
આખા આયખે ઊમટી રે – હાં રે બઈ...
ame ramtan garya goramti re
han re bai hamchi lyo
akha Dile umti re – han re
aDa awla chitarya mor,
nache on ne tahuke por
Dhel najarni Dhalti re – han re bai
palaw aDye palalti re – han re bai
bhini garye pagli pa – pa
ena wagya haiye thapa,
akhi sheri ramati re – han re bai
umbre Deli umti re – han re bai
wadhi garyanun thapyun chhanun
baki puryun kothi sanun
Dankhle didhi chimti re – han re bai
akha aykhe umti re – han re bai
ame ramtan garya goramti re
han re bai hamchi lyo
akha Dile umti re – han re
aDa awla chitarya mor,
nache on ne tahuke por
Dhel najarni Dhalti re – han re bai
palaw aDye palalti re – han re bai
bhini garye pagli pa – pa
ena wagya haiye thapa,
akhi sheri ramati re – han re bai
umbre Deli umti re – han re bai
wadhi garyanun thapyun chhanun
baki puryun kothi sanun
Dankhle didhi chimti re – han re bai
akha aykhe umti re – han re bai
સ્રોત
- પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 418)
- સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2007