રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆવો રે આવો જ્યોતિ આભની!
આ રે કાયા કેરી દીવીમાં
મારા પ્રાણની દિવેટ;
સીધી ઊભી ઊંચા મસ્તકે
સીંચી હૈયાને હેત! આવો રેo
આવો અજવાળાં ઊંચાં ગેબનાં,
મારો પોકારે અંધાર!
મીઠું રે મલકતી, તેજલ ઝાળથી,
શિરને સ્પરશો પલવાર! આવો રેo
અંધને આધાર ન્હોયે અંધનો;
આવો અંધના આધાર,
ભાંગો ભીડેલી વજ્જર ભોગળો,
અંજવાળાં કરો કે ઝોકાર! આવો રેo
aawo re aawo jyoti abhni!
a re kaya keri diwiman
mara pranni diwet;
sidhi ubhi uncha mastke
sinchi haiyane het! awo reo
awo ajwalan unchan gebnan,
maro pokare andhar!
mithun re malakti, tejal jhalthi,
shirne sparsho palwar! awo reo
andhne adhar nhoye andhno;
awo andhna adhar,
bhango bhiDeli wajjar bhoglo,
anjwalan karo ke jhokar! awo reo
aawo re aawo jyoti abhni!
a re kaya keri diwiman
mara pranni diwet;
sidhi ubhi uncha mastke
sinchi haiyane het! awo reo
awo ajwalan unchan gebnan,
maro pokare andhar!
mithun re malakti, tejal jhalthi,
shirne sparsho palwar! awo reo
andhne adhar nhoye andhno;
awo andhna adhar,
bhango bhiDeli wajjar bhoglo,
anjwalan karo ke jhokar! awo reo
સ્રોત
- પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 334)
- સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2007