રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યાં રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઈ ટાંક્યાં ને આભલાં ઓછાં પડ્યાં રે લોલ
માંડવે મ્હેક મહેક જૂઈની વેલ કે જૂઈના રેલા દડે રે લોલ
સૈ મારે નેવાનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ
ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ મારે મોભારે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ
મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ
સૈ મારે ઊંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ
લોલ મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ
લોલ ઊભી આંગણે નાગરવેલ કે પાંદડાં તૂટ્યાં કરે રે લોલ
ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઈ ઊડ્યા કરે રે લોલ
gormane panche angliye pujyan ne nagla ochha paDyan re lol
kammkhe dotho bharine kani tankyan ne abhlan ochhan paDyan re lol
manDwe mhek mahek juini wel ke juina rela daDe re lol
sai mare newanun harbandh tolun ke samatun mobhe chaDe re lol
trajwe tramphela morni bheli hun chhanki watun karun re lol
lol mare mobhare kagDo bole ne amthi laji marun re lol
mendiye melun hun manni bhatya ne hathman dajhyun paDe re lol
aDoshpaDosh ghammke welyun ne lapasi chule chaDe re lol
sai mare umbrani marjad ke orDa these chaDya re lol
lol mare paththarne paniyare ke jiwtan moti jaDyan re lol
lol ubhi angne nagarwel ke pandDan tutyan kare re lol
orDe wani mari koyal aawe ne kani uDya kare re lol

સ્રોત
- પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય - 1 (પૃષ્ઠ ક્રમાંક 166)
- સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
- પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
- વર્ષ : 1973