mari balla - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારી બલ્લા

mari balla

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
મારી બલ્લા
હરીન્દ્ર દવે

એક જશોદાના જાયાને જાણું

દેવકીના છોરાને જાણે મારી બલ્લા.

હોય ગોરસ તો પરસીને નાણું

નીરના વલોણાને તાણે મારી બલ્લા.

નિશ્ચે ઓધાજી તમે મારગડો ભૂલ્યા

તો ગોકુળનું ગમતીલું ગામ,

વ્રેહની પીડાને દીધી દાંતે દબાવી

હવે હોઠને તો હસવાથી કામ;

હોય વાંસળીનો સૂર તો પિછાણું

કાલીઘેલી બોલીને જાણે મારી બલ્લા.

રાધાનું નામ એક સાચું, ઓધાજી,

બીજું સાચું વૃંદાવનનું ઠામ,

મૂળગી વાત નહીં માનું કે

કોઈ અહીં વારે વારે બદલે ના નામ;

એક નંદના દુલારાને જાણું

વસુદેવજીના કુંવરને જાણે મારી બલ્લા.

(૧૯૬૩)

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ, મુંબઈ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : 2