gokulman aawo to - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગોકુળમાં આવો તો-

gokulman aawo to

માધવ રામાનુજ માધવ રામાનુજ
ગોકુળમાં આવો તો-
માધવ રામાનુજ

ગોકુળમાં કોકવાર આવો તો કાન,

હવે રાધાને મુખ ના બતાવશો;

ગાયોનું ઘણ લઈને ગોવર્ધન જાવ ભલે,

જમનાને કાંઠે ના આવશો.

તાંદુલની પોટલીએ પૂનમની રાત

ભલે બાંધીને આવો ગોકુળમાં,

અડવાણે નૈં દોડે કોઈ હવે,

વિરહાનાં રાજ નહિ જીતો ગોકુળનાં,

સમરાંગણ તમને તો શોભે હો શ્યામ,

વગર હથિયારે ત્યાં તમે ફાવશો!

પાંદડે કદમ્બના, પાંપણની ભાષામાં,

લખી લખી આંખ હવે ભરીએ;

જમનાનાં જળ, તમે દેજો હાથોહાથ

માધવને દ્વારકાના દરિયે;

લખિતંગ રાધાના ઝાઝા જુહાર...

શ્યામ, અંતરમાં આખું ના લાવશો!

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય - 1 (પૃષ્ઠ ક્રમાંક 169)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973