dhool nathi kani - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ધૂળ નથી કંઈ....

dhool nathi kani

ભગીરથ બ્રહ્મભટ્ટ ભગીરથ બ્રહ્મભટ્ટ
ધૂળ નથી કંઈ....
ભગીરથ બ્રહ્મભટ્ટ

ધૂળ નથી કંઈ સાવ અમસ્થી ધૂળ

મરમી એને માથે મેલે, સમજીને પટકુળ

જળ અડે ત્યાં મમતા ફૂટે

ફૂટે કૂંપળ તાજી

વેલી ઉપર વ્હાલ કરીને

મનખો નાખે માંજી

વગડાને વૈકુંઠ કરી દે ગામ કરે ગોકુળ

રંગગંધના ઝાંઝર પ્હેરી

ગીત ગગનનાં ગાય

કણકણમાં તો કામણ-ટૂમણ

છોડ બની છલકાય

લાખ ખજાના એની ભીતર એનાં તે શાં મૂળ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2009 (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સંપાદક : રાજેશ પંડ્યા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2012