ગોકુળમાં કોકવાર આવો તો કાન,
હવે રાધાને મુખ ના બતાવશો;
ગાયોનું ઘણ લઈને ગોવર્ધન જાવ ભલે,
જમનાને કાંઠે ના આવશો.
તાંદુલની પોટલીએ પૂનમની રાત
ભલે બાંધીને આવો ગોકુળમાં,
અડવાણે નૈં દોડે કોઈ હવે,
વિરહાનાં રાજ નહિ જીતો ગોકુળનાં,
સમરાંગણ તમને તો શોભે હો શ્યામ,
વગર હથિયારે ત્યાં જ તમે ફાવશો!
પાંદડે કદમ્બના, પાંપણની ભાષામાં,
લખી લખી આંખ હવે ભરીએ;
જમનાનાં જળ, તમે દેજો હાથોહાથ
માધવને દ્વારકાના દરિયે;
લખિતંગ રાધાના ઝાઝા જુહાર...
શ્યામ, અંતરમાં આખું ના લાવશો!
gokulman kokwar aawo to kan,
hwe radhane mukh na batawsho;
gayonun ghan laine gowardhan jaw bhale,
jamnane kanthe na awsho
tandulni potliye punamni raat
bhale bandhine aawo gokulman,
aDwane nain doDe koi hwe,
wirhanan raj nahi jito gokulnan,
samrangan tamne to shobhe ho shyam,
wagar hathiyare tyan ja tame phawsho!
pandDe kadambna, pampanni bhashaman,
lakhi lakhi aankh hwe bhariye;
jamnanan jal, tame dejo hathohath
madhawne dwarkana dariye;
lakhitang radhana jhajha juhar
shyam, antarman akhun na lawsho!
gokulman kokwar aawo to kan,
hwe radhane mukh na batawsho;
gayonun ghan laine gowardhan jaw bhale,
jamnane kanthe na awsho
tandulni potliye punamni raat
bhale bandhine aawo gokulman,
aDwane nain doDe koi hwe,
wirhanan raj nahi jito gokulnan,
samrangan tamne to shobhe ho shyam,
wagar hathiyare tyan ja tame phawsho!
pandDe kadambna, pampanni bhashaman,
lakhi lakhi aankh hwe bhariye;
jamnanan jal, tame dejo hathohath
madhawne dwarkana dariye;
lakhitang radhana jhajha juhar
shyam, antarman akhun na lawsho!
સ્રોત
- પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય - 1 (પૃષ્ઠ ક્રમાંક 169)
- સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
- પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
- વર્ષ : 1973