ઘનશ્યામ
ghanshyam
શ્રીકાન્ત માહુલીકર
Shrikant Mahulikar
ઘનશ્યામ ગગન ભર છાયો
શુભ્ર આરવ-રવ ગુંજિત શત શત ધેનુ-ધાર બહાયો.
ઇન્દ્રધનુ મૃદુ પિચ્છે ફરફરે,
અધર ધારી વીજ-વેણુ,
વ્યોમ સકલ રૂંધી ઊડી રહી શી
ધૂસર ગોપથ-રેણુ,
યમુના-નીર, વૃંદાવન તીર કો
અનહદ નાદ જગાયો.
ઘનશ્યામ૦
મોહન બંસી બજે, વિરહે કહીં
રાધા ઘૂમત અકેલી,
“શ્યામ કહીં?-મુરલીધર” વિલપી
ભટકે વનવન ઘેલી,
સ્નિગ્ધ અણુઅણુ ભાયો પણ નહિ
કાન કહીં દરસાયો.
ઘનશ્યામ૦
શુભ્ર આરવ-રવ ગુંજિત શત શત ધેનુ-ધાર બહાયો.
ઇન્દ્રધનુ મૃદુ પિચ્છે ફરફરે,
અધર ધારી વીજ-વેણુ,
વ્યોમ સકલ રૂંધી ઊડી રહી શી
ધૂસર ગોપથ-રેણુ,
યમુના-નીર, વૃંદાવન તીર કો
અનહદ નાદ જગાયો.
ઘનશ્યામ૦
મોહન બંસી બજે, વિરહે કહીં
રાધા ઘૂમત અકેલી,
“શ્યામ કહીં?-મુરલીધર” વિલપી
ભટકે વનવન ઘેલી,
સ્નિગ્ધ અણુઅણુ ભાયો પણ નહિ
કાન કહીં દરસાયો.
ઘનશ્યામ૦
સ્રોત
- પુસ્તક : મુખર મૌનનો લય (પૃષ્ઠ ક્રમાંક 63)
- સર્જક : શ્રીકાન્ત માહુલીકર
- પ્રકાશક : કાવ્યગોષ્ઠિ પ્રકાશન
- વર્ષ : 1975