માલણ ગુંથી લાવ ગુણિયલ ગજરો; તારા ગજરાનો
માનીશું મજરો, માલણ ગુંથી લાવ ગુણિયલ ગજરો. ટેક
તારા ગજરાનું આપીશું મૂલ, માંહી ગુંથ જે ગુલાબનાં ફૂલ
જે તું હું કહીશ તે કરશું કબૂલ, માલણo
જેવી હોય તારી ચતુરાઈ, તેવી કરજે તેની સરસાઈ;
કાંઈ બાકી ન રાખીશ બાઈ, માલણo
એવી કરજે કારીગરી એમાં, જુગ્તિ હોય જોવા
જેવી મોહ પામે મુનિવર તેમાં, માલણo
વર લાડકડાનેરે કાજે એવો ગુંથજે ગજરો હું આજે જેવી જેમાં
છત્રપતિને છાજે, માલણo
ગજરો મૂલ પામે ગુલતાન, સારો સારો કહે સુલતાન;
થાય ગુણીજન જોઈ સુલતાન; માલણo
એમાં જુગ્તિ જોવા જોગ જાણી, ઝાજો અંગમાં ઉમંગ આણી
રીઝે રાજા અને વળી રાણી, માલણo
તને આપીશ હીરાનો હાર, વળી સોળ સારા શણગાર;
ઉપર હેમની મ્હોર હજાર, માલણo
કવિતાની કીમત ઉર આણે, એજ ગજરાનું મૂલ પ્રમાણે
દાખે દલપત બીજા શું જાણે? માલણo
malan gunthi law guniyal gajro; tara gajrano
manishun majro, malan gunthi law guniyal gajro tek
tara gajranun apishun mool, manhi gunth je gulabnan phool
je tun hun kahish te karashun kabul, malano
jewi hoy tari chaturai, tewi karje teni sarsai;
kani baki na rakhish bai, malano
ewi karje karigari eman, jugti hoy jowa
jewi moh pame muniwar teman, malano
war laDakDanere kaje ewo gunthje gajro hun aaje jewi jeman
chhatrapatine chhaje, malano
gajro mool pame gultan, saro saro kahe sultan;
thay gunijan joi sultan; malano
eman jugti jowa jog jani, jhajo angman umang aani
rijhe raja ane wali rani, malano
tane apish hirano haar, wali sol sara shangar;
upar hemni mhor hajar, malano
kawitani kimat ur aane, ej gajranun mool prmane
dakhe dalpat bija shun jane? malano

સ્રોત
- પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 102)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2008