પીળા પાંદડે ખાઈ લથડિયાં ગઈ પાનખર પારસોંસરી ગઈ
મથ્યા રોકવા તોય આખરે ગઈ હવા પણ નાકસોંસરી ગઈ
રણને દરિયો કરવા ચકલી રોજ સવારે તળાવમાંથી ટીપું લઈને રણમાં જઈને નાખે
દરિયો પૂરવા ખિસકોલીબાઈ રોજ સવારે રજકણ લઈને દરિયે જઈને નાખે
સૂરજ સામે તીર તાકતા ભીલ સમા અંધારા સામે ગઈ કાંકરી કાનસોંસરી ગઈ
પીળા પાંદડે ખાઈ લથડિયાં ગઈ પાનખર પારસોંસરી ગઈ
મૃગની પાછળ રામ ગયા તે દિવસે વનમાં રામસીતાનો મૃગજળ થયો મિલાપ
હવે મૃગજળ ઉપર પુલ બાંધવા બધા વાંદરા પથ્થર ઉપર રામ લખીને કરતા રહ્યા વિલાપ
અંતે અઘોરવનમાં કીડી ચટકે ફેણ પછાડી ગઈ કાચળી સાપસોંસરી ગઈ.
પીળા પાંદડે ખાઈ લથડિયાં ગઈ પાનખર પાનસોંસરી ગઈ.
pila pandDe khai lathaDiyan gai pankhar parsonsri gai
mathya rokwa toy akhre gai hawa pan naksonsri gai
ranne dariyo karwa chakli roj saware talawmanthi tipun laine ranman jaine nakhe
dariyo purwa khiskolibai roj saware rajkan laine dariye jaine nakhe
suraj same teer takta bheel sama andhara same gai kankri kansonsri gai

mrigni pachhal ram gaya te diwse wanman ramsitano mrigjal thayo milap
hwe mrigjal upar pul bandhwa badha wandra paththar upar ram lakhine karta rahya wilap
ante aghorawanman kiDi chatke phen pachhaDi gai kachli sapsonsri gai
pila pandDe khai lathaDiyan gai pankhar pansonsri gai

સ્રોત
- પુસ્તક : બરફનાં પંખી (પૃષ્ઠ ક્રમાંક 11)
- સર્જક : અનિલ જોશી
- પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.
- વર્ષ : 1981