ek phool khilyun chhe! - Geet | RekhtaGujarati

એક ફૂલ ખીલ્યું છે!

ek phool khilyun chhe!

પ્રહ્લાદ પારેખ પ્રહ્લાદ પારેખ
એક ફૂલ ખીલ્યું છે!
પ્રહ્લાદ પારેખ

મારા વા’લમની વાડીએ રે એક ફૂલ ખીલ્યું છે!

એની ક્યાંયે કળાયે ના ડાળ રે,

એનું ક્યાં રે હશે મૂળ? એક ફૂલ ખીલ્યું છે!

વિના તે ડાળ, વિના મૂળિયે રે,

જેના ખીલે છે સૂરજ ને સોમ રે,

એમ રે ખીલે મારા વા’લમનું ફૂલ:

તો ફરકે, ને હરખે મારાં રોમરોમ રે;

એક ફૂલ ખીલ્યું છે! મારાo

ખીલ્યું છે ફૂલ પેલી વા’લમની વાડીએ ને

આવે છે મહેક મારા મનમાં રે;

રે ધરાએ મારા મેલ્યા છે પાય

તોયે જાણે ઊડું છું ગગનમાં રે,

એક ફૂલ ખીલ્યું છે! મારાo

એના તે રંગ આવે, આવે છે ઊડતા ને

છંટાઈ જાયે મારાં અંગ રે;

શાણાં તે સમણાં મારી જાણે છે વાત,

તો ચાલી જાયે છે એને સંગ રે,

એક ફૂલ ખીલ્યું છે! મારાo

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : પ્રહલાદ પારેખ (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2003
  • આવૃત્તિ : (પુનર્મુદ્રણ)