વાતમાં તારું નામ આવે તો?
vaatmaa taarun naam aave to?
જિત ચુડાસમા
Jit Chudasama
આમ તો તારી વાત નથી પણ વાતમાં તારું નામ આવે તો?
વાત ચણોઠી જેવડી છે પણ જાણવા આખું ગામ આવે તો?
વાતમાં જાણે એમ કે મારી સીમના શેઢે સાવ અચાનક ડાભ ઉગ્યો’તો;
કોઈને ખબર હોય ક્યાંથી પણ ભરચોમાસે અણધાર્યો વંટોળ ઉઠ્યો’તો!
એ જ બીકે હું વાઢતી ન્હોતી, ડેલીએ પાછો ડામ આવે તો?
વાત પછી તો એવડી મોટી થઈ કે એમાં ગામ આખાનાં છોકરાં ન્હાયાં,
વાતની કરી લાપસી, કર્યો ગામધૂમાડો બંધ ને ગામેગામ ધરાયાં.
વાતને થાળે પાડવી છે જો કાળજે થોડી હામ આવે તો.
સ્રોત
- પુસ્તક : એતદ્ : સપ્ટેમ્બર 2021 (પૃષ્ઠ ક્રમાંક 16)
- સંપાદક : કમલ વોરા
- પ્રકાશક : ક્ષિતિજ સંશોધન કેન્દ્ર