gallun - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઊભાં છાનાં ઝાડઃ

અંધકારના ઊંચા-નીચા પ્હાડ,

ઉપર અળગો તારક–દરિયો ડ્હોળો,

ખાંસી ચડેલી વૃદ્ધ કાયનું વળ્યું કોકડું—

ચંદ્ર પડ્યો શું મોળો!

ભાતભાતના ભગ્ન વિચારો મુજમાંથી બહુ જાય વછૂટી

વાદળરૂપે હાર એની તે હજી તૂટી!

પવન પંખી—શોઃ કિન્તુ કાપી પ્હોળી કોણે પાંખ?

એક પછી એક હજી અધિકી ઉજાગરામાં ઊગતી મારે આંખ!

દૂર ઘંટના થાય ટકોરાઃ વાગ્યા ત્રણ કે ચાર

એક નાનકી ઠેસ ખાઈને કાળ પસાર,

ચોકીદારની લાકડીઓનાં લથડે-ખખડે પગલાં

લાલટેનને હવે બગાસાં ઢગલાં;

ઠર્યાં દીવાની વાટ સરીખા ચીલા ટાઢા રામ,

ભવિષ્યનો શું ભાર લઈને

પરોઢ કેરું ગાલ્લું આવ્યું ગામ?

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય-ભાગ-1 (પૃષ્ઠ ક્રમાંક 138)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973