રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
મળી લૈયે
mali laiye
કનુભાઈ જાની
Kanubhai Jani
તમ્મનેય આમ મળી લૈયે મન્નોમન્ન! તમ્મનેય....
અમૂંઝણ અમ્મારી આભલું ભરાય એક!
કોને જઈને હવે કૈયે? તમ્મનેય....
વાયદાના વાયરા, ને મેખુંની રેખું,
ને વાવડની વરખાયે વૈ ગૈ!
બોલુંના તોલ હવે ર્યા છે જ ક્યાં
કે પછી ‘હવે કાંઈ બાકી?’ ઈમ કૈયે! તમ્મનેય....
નૉ આવૉ, કાંઈ નઈ;
ઠાલા કાં મોકલતા હંધેહા આમ કાંક તાકી?
દરશણનું, જીવણ, તો થાય તંઈ હાચું
પણ વૅણ આમ રાખૉ કાં બાકી?
વાટે મંડાઈ મીટ વાટ થૈન હળગે
પણ હંકોરવાનું કૉને કૈયે? તમ્મનેય....
ચૂંદડી ચિરાય તંઈ ટેભા ભરાય,
આ તો ચંદરવો ઊભો ચિરાણો!
કોરાટી ધરતીયે ફાટ પડે, હમજ્યા;
લ્યા! આભલે તિરાડ ક્યાંય જૉણી?
ડુંગરડા કોરા લ્યા હોય કાંક હમજ્યા,
પણ હેમાળે ઝાળ કાંઉં કરીયે?! તમ્મનેય....
સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન : 1995 (પૃષ્ઠ ક્રમાંક 21)
- સંપાદક : રમણ સોની
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1998