રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોગોરંભો લઈ ગગન ઝળૂંભે એક પડે ના ફોરું,
તારે ગામે ધોધમાર ને મારે ગામે કોરું!
પલળેલી પહેલી માટીની મહેક પવન લઈ આવે,
ઝરમર ઝરમર ઝીલવું અમને બહાર કોઈ બોલાવે,
આઘે ઊભું કોણ નીતરતું, કોણ આવતું ઓરું?...
નાગણ જેવી સીમ વછૂટી ધસી આવતી ઘરમાં,
ભીંતે ભીંતે ભાર ચડ્યા હું ભરત ભરું ઉંબરમાં,
ચાસ પડ્યા તારા ચૌટામાં, હું અંધારામાં અહીં ઓરું...
મચ્છ તાણીને તારે મારગ મેઘાડંબર આજે,
નદીએ નીર ચડ્યાં ને ચાંદો નેવાં ઢાંકી જાગે,
મોર ઊડ્યા તારા ડુંગરિયે, ટહુકા અહીં હું દોરું...
ઉગમણું ચડવું ને અમને ઊતરવું આથમણું,
રાત ઢળે નીંદરમાં ઊઘલે સજ્યું ધજ્યું એક સમણું,
તારે ગોખે દીવા બળે, હું વાટ અહીં સંકોરું...
gorambho lai gagan jhalumbhe ek paDe na phorun,
tare game dhodhmar ne mare game korun!
palleli paheli matini mahek pawan lai aawe,
jharmar jharmar jhilawun amne bahar koi bolawe,
aghe ubhun kon nitaratun, kon awatun orun?
nagan jewi seem wachhuti dhasi awati gharman,
bhinte bhinte bhaar chaDya hun bharat bharun umbarman,
chas paDya tara chautaman, hun andharaman ahin orun
machchh tanine tare marag meghaDambar aaje,
nadiye neer chaDyan ne chando newan Dhanki jage,
mor uDya tara Dungariye, tahuka ahin hun dorun
ugamanun chaDawun ne amne utarawun athamanun,
raat Dhale nindarman ughle sajyun dhajyun ek samanun,
tare gokhe diwa bale, hun wat ahin sankorun

સ્રોત
- પુસ્તક : સામે કાંઠે તેડાં (પૃષ્ઠ ક્રમાંક 25)
- સર્જક : દલપત પઢિયાર
- પ્રકાશક : રંગદાર પ્રકાશન
- વર્ષ : 2010